ગુજરાતમાં આગામી 7મી મે ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે અગાઉથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
કાલોલ શહેર સહિત તાલુકામાં ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર જીઆરડી, એચઆરડી જવાનો,પોલીસ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો કાલોલ શહેર સ્થિત એમ.જી.એસ હાઈસ્કૂલ અને એમ.એમ ગાંઘી કોલેજ ખાતે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૯,૩૦ એપ્રિલ અને ૧ મે દરમિયાન ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ કર્મચારી, અધિકારીઓ, પોલિસ જવાનો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.હાલમાં જીઆરડી,એસઆરડી અને પોલીસ સ્ટાફના જવાનોએ મતદાન કર્યું હતુ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ