કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો મામલે કાર્યવાહી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે. આ પોસ્ટ આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી.જે ચૂંટણીના પરિણામો પર અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી.આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા હોવાનું ખૂલ્યું અને સતીષ વણસોલા તે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે જે વડગામ કાર્યાલયની કામગીરી સંભાળે છે, તેવું જણાવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરાઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે.
અમદાવાદથી રવિ બાકોલાનો રીપોર્ટ