-સંજાણ ગામે બંને સૌચાલય ભાજપના ઇશારે બંધ કર્યાના આક્ષેપ
ઉમરગામ તથાં મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણ ખાતે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલું જાહેર શૌચાલયને તાળાં મારી દેવાથી સ્થાનિકોને બંધ બારણે દર્શન કરવાનો વારો આવ્યો છે. પહેલાં કોઈ વ્યક્તિએ શૌચ જવું હોય તો આ બંને શૌચાલયનો ઉપયોગ કરાતો હતો. પરંતુ ભાજપનાં મહારથીઓને એવી તે શું જરૂર પડી કે, સંજાણ ગ્રામ પંચાયતને સદર શૌચાલયને તાળાં મરાવી દીધાં?

સંજાણ બજારમાં ગુજરાત તથાં મહારાષ્ટ્ર રાજ્યના લોકો બજારમાં ખરીદી કરવા આવે છે. અહી અંદાજીત વસ્તી 40,000 થી 50,000 જેટલી છે.તો આટલી વસ્તી વચ્ચે કોઇ વ્યક્તિે જાહેર સૌચ માટે જવું હોય તો આમ તેમ ફાંફા મારવા પડે છે. અને આખા બજારમાં ક્યાં પણ જાહેર સૌચાલને શોધ્યે મળે તેમ નથી તેવી પરિસ્થિતી ઉથી થઇ છે. કેમ કે જે હતાં તે બંને દુર્ગંધ મારતાં અને ત્યાંનું મેઇન્ટેન્સ ખરાબ થઇ જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પહેલાં કોઈ વ્યક્તિએ શૌચ જવા માટે આ શૌચાલયનો ઉપયોગ કરાતો હતો પરંતુ ભાજપનાં મહારથીઓને એવી તે શું જરૂર પડી કે, સંજાણ ગ્રામ પંચાયતને સદર શૌચાલયને તાળાં મરાવી દીધાં? લોક ચર્ચા એવી પણ છે કે, આ શૌચાલય સંજાણ ગ્રામ પંચાયતની હદમાં બે જાહેર સૌચાલય છે. એક ઝંડા ચોક વિસ્તાર નજીક અને બીજું રેલ્વે સ્ટેશન નજીક આવેલું છે. સદર આ બંને શૌચાલયને સાફ સફાઈ કરવા ગ્રામ પંચાયત નિષ્ફળ નિવડયું છે. જેની દુર્ગંધ મારતાં હોવાથી સ્થાનિક ભાજપના મહારથીઓનાં ઈશારે આ શૌચાલયને તાળાં મારવામાં આવ્યા છે. આ વાતને લઇ સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર આ વાતને ઓગાળીને પી જતી હોવાનું નજરે પડ્યું છે. જો કે બંન્ને સૌચાલયો બંધ હાલતમાં હોવાથી બંને જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ