-DRMએ ઉદ્યોગપતિઓ સાથે સ્ટેશનની સમસ્યાનું નિરિક્ષણ કર્યુ
ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે મંગળવારે પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુલાકાત અર્થે આવી પહોંચ્યા હતા. રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીનું નિરીક્ષણ કરી ત્યારબાદ યુઆઈએ પ્રમુખ નરેશ બાંથીય, સેક્રેટરી તાહેર વ્હોરા તથા ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-15.30.39-1024x582.jpeg)
ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે લોકલ ટ્રેનના સ્ટોપેજ તેમજ અન્ય કેટલીક મહત્વની રજૂઆતો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએસનના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. રજૂઆત બાદ રેલવેના ડીઆરએમ દ્વારા ઘટતું કરવાની ખાતરી આપી હતી. ઉમરગામ સ્ટેશને યાત્રીઓને પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી DRM સમક્ષ કેટલાક મંડળોએ આક્રોશ પણ ઠાલવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ