ઉમરગામ તાલુકામાં વિવિધ સમાજના આગેવાનોએ ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને લોકસભા ચૂંટણીમાં વલસાડ ડાંગ બેઠકના ભાજપ ઉમેદવાર ધવલભાઇ પટેલને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું. સાથે જ આગામી પાંચ વર્ષના કાર્યકાળ માટે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ફરી સુકાન સંભાળશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-02-at-15.30.40-1024x568.jpeg)
ધારાસભ્ય રમણભાઈ પાટકર 182 વિધાનસભા કન્વીનર કનુભાઈ સોનપાલ સહ કન્વીનર મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ ભરતભાઈ જાદવની ઉપસ્થિતિમાં જાંબુ બ્રાહ્મણ સમાજ ભંડારી સમાજ માછી અને માંગેલા સમાજ કોળી પટેલ સમાજ આહીર સમાજ વગેરે સમાજના આગેવાનોએ ભાજપને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકરે તમામ આગેવાનોને આવકારી વિકાસના મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર સમદ્રષ્ટિ રાખી જન સામાન્યની સુખાકારી અને દેશના સર્વાંગી વિકાસ માટે જે કાર્ય કરી રહી છે, તેનાથી પ્રભાવિત થઈ ઉમરગામ તાલુકાના વિવિધ સમાજોએ ભાજપને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું.
વાપીથી આલન શેખનો રીપોર્ટ