સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં “STARS OF HONOUR”નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં તારીખ ૧મે,૨૦૨૪ના રોજ “STARS OF HONOUR” સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.લક્ષ્મી વિદ્યાપીઠમાં આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ,પ્રિ-પ્રાઈમરી સ્કૂલ,લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ,લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કાર્ય કરનાર આચાર્યશ્રી, શિક્ષકો,ક્લાર્ક,માસીઓ, સિક્યુરિટી ગાર્ડ તેમજ સંકુલને લગતા અન્ય તમામ કર્મચારીગણ કે જેઓએ લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલમાં ૧૦ વર્ષ કે તેનાથી વધુ વર્ષથી કાર્યરત રહ્યા છે.તેમને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી વિજેતા ગફુરભાઈ બિલાખિયા અને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી. માનનીય ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા તરફથી પદ્મશ્રીથી પુરસ્કૃત એવા ગફુરભાઈ બિલાખિયાનું EXCELLENCE AWARD આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કુ.કિંજલબેન ગજેરા તથા લક્ષ્મી વિદ્યાપીઠના ડિરેક્ટર,આચાર્ય તરફથી સન્માન મેળવનાર તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અન્યોને પણ આજ રીતે ઉમંગ અને ઉત્સાહથી વધુ સમય સંસ્થામાં જોડાઈને કાર્ય કરવા માટે પ્રેર્યા હતા. તમામ કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *