–બંનેને જોઇ ફેન્સને આવી ફિલ્મ મર્ડરની યાદ
ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દિકરીના લગ્ન 11 એપ્રિલે થયા હતાં.જેમાં શાહરુખાન સહિત અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી.તેવામાં ઇમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતની મુલાકાત જોઇ ફેન્સને ફિલ્મ મર્ડરની યાદ આવી ગઇ હતી.આ બંન્નેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-03-at-19.19.52-2-741x1024.jpeg)
મલ્લિકા તેના કો-સ્ટારને જોઇ એક્સાઇટેડ થયેલી જોવા મળી હતી.ઇમરાન હાશ્મી આવતાની સાથે મલ્લિકાને જોઇ હાઇ કહીને તેને ગળે લગાવી લીધી હતી.ઇમરાનને જોતા જ એકટ્રેસના હોશ ઉડી ગયા હતાં.અને એક્ટરને જોઇ મલ્લિકાએ કહ્યું કે ઓ માય ગોડ, આ પછી બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં હતાં.મલ્લિકાએ ગુલાબી રંગના ગાઉનમાં ખુબ જ સુંદર લાગતી હતી.અને ઇમરાન બ્લેક સુટ પેન્ટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.આ જોઇ ચાહકો બંન્ને એક્ટ્રેસને મળી સેલ્ફી લેવા દોડી આવ્યાં હતાં. વર્ષ 2004માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ મર્ડર તે મુકેશ ભટ્ટ દ્વારા નિર્મિત અને અનુરાગ બાસુ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. જેમાં ઇમરાન અને મલ્લિકાનું નસીબ ચમકાવી દીધું હતું.જો કે આ ફિલ્મની સાથે તેના ગીતો પણ સુપરહિટ થવા લાગ્યાં હતાં.