ક્ષત્રિય સમાજની ટિપ્પણીને લઈને યુવાનોએ ભાજપ સાથેનો નાતો તોડ્યો
રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીનો ઘરમાં ઓ સમગ્ર ગુજરાતમાં વાયુવેગે પ્રસર્યો છે ત્યારે તેના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા છે.લોકસભાની ચૂંટણી આવતાની સાથે ઠેઠ ભારતીય જનતા પાર્ટીના વિરોધ રાજપૂત સમાજમાં વાયુવેગે પ્રસરી રહ્યો છે અને અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી કોંગ્રેસને જાહેરમાં સમર્થન કરતા નજરે જોવા મળી રહ્યા છે
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/Screenshot_2024_0504_110616.jpg)
તેવામાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, અને ભાજપમાંથી રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે ત્યારે બંને મહિલાઓ જોડાય લોકસભાની સીટ હાસલ કરવા જોર લગાવી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી સભા કરે છે ત્યારે રાજપુત સમાજ દ્વારા તેનો વિરોધ કરી જય ભવાની અને ભાજપ જવાની અને નારા સાથે તેનો વિરુદ્ધ નોંધવામાં આવી રહ્યો છે. અને અનેક રાજપૂત સમાજના ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે નેતાએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર પણ લગાવવામાં આવ્યા છે. જેના કારણે ભાજપને મોટો ફટકો થાય તેવા એંધાણ વધાઈ રહ્યા છે. જેના પગલે અમીરગઢના વિરમપુર ગામે અનેક યુવાનો જે ભાજપ સાથે સંકળાયેલા હતા તે યુવાનો સમાજ સાથે કરેલ અભદ્ર ટિપ્પણીને લઈને આજે કોંગ્રેસ જિલ્લા મંત્રી વિક્રમસિંહ પુરોહિતના હસ્તે 200 થી 250 યુવાનો ક્ષત્રિય સમાજના તેમજ ઠાકોર સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટીનો છેડો પાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો જેમાં અમીરગઢ તાલુકાના વિરમવેરી, પાડલીયા, સિમ્બલપાણી, ગુડા, કરમદી, ભાયલા, ગામના લોકો ને ગેનીબેન ને લોકસભા ચૂંટણી માટે સમર્થન આપવા આહવાન કર્યું.
બનાસકાંઠાથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ