-એસઓજીએ 1.43 લાખ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે સરીગામ ખાતે એક ફ્લેટમાં ગાંજા વેચતા ઈસમની ધરપકડ કરી તેની પાસેથી 2 કિલોથી વધુ ગાંજા અને રોકડા રૂ. 1.43 લાખ કબજે લઈ ગાંજાનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે એસપી ડી. કરનરાજ વાઘેલાએ આપેલ સુચનાના આધારે એસઓજી પીઆઈ એ. યુ. રોઝ અને તેમની ટીમ શુક્રવારે વાપી કચેરીએ હાજર હતી. તે દરમિયાન હેકો હસમુખભાઈ ગીગીભાઈ સોલંકીને બાતમી મળી હતી કે, એક ઇસમ સરીગામમાં પોતાના ફ્લેટમાં ગાંજાનું વેચાણ કરે છે. જેથી એક ટીમ ભીલાડ નજીક સરીગામ ખાતે વૃંદાવન પાર્ક ફ્લેટ નં. બી-315, 316માં રેઇડ કરતા આરોપી જ્યોતીષ ઉર્ફે ભાલુ રાજેશ રાજભર પોતાના ફ્લેટમાંથી ગાંજા સાથે પકડાઈ ગયો હતો. પોલીસે ફ્લેટમાંથી 2.341 ગાંજા અને રોકડા રૂ. 1,43,000 સાથે ઇલેક્ટ્રીક વજન કાંટો, એક ફોન કબજે લઈ આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવી જથ્થો આપનાર અશ્વિન રહે. દહાણુ જી. પાલઘર ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ