ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે આગામી તારીખ 7 મી મે-2024ના રોજ મતદાન યોજાનાર છે, જેને લઇ તાજેતરમાં ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં તથા જિલ્લામાં નિમાયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિઓની સમીક્ષા કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.પી.કે.ડામોર સહિત CISF,CRPF અને SRP ગ્રુપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ