યાત્રાધામ પાવાગઢ સેલ્ફી પોઈન્ટ પાસે ટેમ્પો ખીણમાં ખાબક્યો, ચાલકનો આબાદ બચાવ

-ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં 100 ફૂટ ઉંડી ખીણમાં ખાબક્યો

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહેસાણાથી ઘીનો જથ્થો લઈને આવેલો ટેમ્પો પરત ફરતી વખતે ડ્રાઈવરે કાબુ ગુમાવતા તળેટીમાં ખાબક્યો હતો. સેલ્ફી પોઈન્ટ પાસે થયેલા અકસ્માતમાં ડ્રાઈવરને પગે ગંભીર ઈજા પહોચતા તેને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.


પાવાગઢના માચીથી તળેટીમાં નીચે પરત ફરી રહેલો એક આઇસર ટેમ્પો સેલ્ફી પોઇન્ટ પાસે ખીણમાં ખાબકતા અકસ્માતની ઘટના બની હતી. જેમા ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર મેહસાણાથી પાવાગઢ મંદિરમાં ઘી લઇને ટેમ્પો આવ્યો હતો અને ઘી ખાલી કરીને ટેમ્પો પરત નીચે તળેટીમાં ઉતરી રહ્યો હતો, ત્યારે સેલ્ફી પોઇન્ટ પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડ ઉપર લગાવવામાં આવેલી રેલિંગો તોડીને ટેમ્પો 100 ફૂટ નીચે ખીણમાં ખાબગી પડ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા ડ્રાઇવરને સ્થાનિક પાવાગઢથી માચી ફરતી જીપોના ડ્રાઇવરોએ ખીણમાં ઉતરીને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *