દર વર્ષે કરતાં આ વર્ષે સ્કૂલના સારા ટકા આવતાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોમાં ખુશી છવાઈ
ગઇ કાલે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું.ત્યારે નડીયાદ સ્થિત વિઝન સ્કુલ ઓફ સાયન્સનું પરિણામ દર વર્ષે કરતાં આ વર્ષે સારૂ આવતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેવામાં નડિયાદના રાવળ પરિવારના દિકરા ધ્રુવકુમાર નીતિનભાઇએ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 99.48 ટકા મેળવી સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
નડિયાદની વિઝન હાઇસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ રાવળે ધોરણ 12 સાયન્સની પરિક્ષામાં 99.48 ટકા ત્યારે ગુજકેટમાં 99.90 ટકા મેળવી શાળા અને પરિવાર સાથે સમાજનું પણ ગૌરવ વધાર્યું હતું. ધ્રુવ સાથે વાત કરતા તેને જણાવ્યુ હતું કે,હુ જે કઈ છુ તે મારા પરિવારની મહેરબાની અને તેમની મહેનત છે. કેમકે મારા પપ્પા 25 વર્ષથી રીક્ષા ચલાવી મને મારા ભાઈ અને મોટા બહેનને આવી મોંઘવારીમાં ભણાવી અમને કંઇક બનાવવા માંગે છે.મારે ભણવાથી લઇ ક્યારેય કોઈપણ કનફ્યુઝન અથવા તો મારે કંઈ જોઈતું હોય તો તે મારા પરિવારે અને વડીલોએ મને આપ્યું છે. માટે પહેલા તો તેમનો હુ તે બધાનો ઋણી છું.બીજા વિઝન હાઇસ્કૂલના શિક્ષકો અને આચાર્યનો આભાર માનું છુ કેમકે, તેમને મને આટલું સારૂ શિક્ષણ આપ્યું તેથી હુ આજે અહીંયા સુધી પહોંચી સારા ટકાએ પાસ થયો છુ.મારી મોટી બહેન માસ્ટર ઇન કોમર્સ કરી રહી છે અને મોટો ભાઈ CAનો અભ્યાસ કરે છે. અમારું જીવન સાદાઈથી જીવીએ છીએ, કેમકે પપ્પા અમારા બધાના ભણતરની સાથે ઘર ખર્ચ પૂરો કરવા એકમાત્ર રીક્ષા જ તેમનો સહારો છે.એટલે રીક્ષા ચલાવી મારા પપ્પા અમારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ધ્રુવના પિતા નીતિનભાઇએ જણાવ્યુ કે તેમને તેમના દીકરા દીકરી પર ગર્વ છે.કેમકે તેમનું ભણતર એ જ મારૂ સ્વપ્ન છે.અને મારે મારા બાળકને ભણાવવા જે કંઈ કરવું પડશે એ કરી તેમણે હુ ભણાવીશ તેમ જણાવ્યું હતું.
ખેડાથી અરવિંદ રાવળનો રીપોર્ટ