-બેંક ઓફ બરોડામાં રોજિંદા હજારોની સંખ્યામાં ગ્રાહકો આવતા હોય છે પરંતુ A.C બંધ હોવાને કારણે ગ્રાહકો ગરમીમાં બફાયા
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ બેંક ઓફ બરોડામાં રોજિંદા હજારોની સંખ્યામાં બેંકના કામકાજ અર્થે ગ્રાહકો આવતા હોય છે અને બેંકમાં લાઈનમાં ઉભા હોય છે. પરંતુ આ કાળકાજ ગરમીમાં બેંકમાં લગાવેલ A. C છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો લાઈનમાં ઉભા રહી ગરમીમાં બફાવા માટે મજબુર બન્યા છે.
ગ્રાહકોની લાગણી સાથે માંગણી છે.છે કે ઝડપથી તાત્કાલિક બેંક ઓફ બરોડામાં લગાવેલ A. C શરૂ કરાવામાં આવે. જેથી બેંકમાં આવતા ગ્રાહકો નિરાંતે તેમનું કામ પતાવી શકે અને આવી કાળઝાળ ગરમીનો તાપ માથે લેવાનો વારો ન આવે.એકબાજુ કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે.ત્યારે તંત્ર દ્વારા સત્વરે A.C મુંકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ