-રાત્રી દરમિયાન તસ્કરો 1,35,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર
સંતરામુપ એસ.ટી.ડેપોમાં નવીન વર્કશોપ બનાવવાનું ચાલું કરવામાં આવ્યું છે, ત્યારે વર્કશોપ બનાવવા માટેના ઉપયોગમાં લેવામાં આવતું માલ સામાન ચોરી જવાનો બનાવ સામે આવ્યો છે.આ બાબતે કોન્ટ્રાકટરને પૂછતાં જણાવ્યું હતું કે અમે સંતરામપુર એસટી ડેપોમાં નવીન બની રહેલ વર્કશોપમાં કોન્ટ્રાકટરનું કામ કરીએ છીએ.જેમાં નવીન વર્કશોપનું કામ ચાલુ હોવાથી અમારો વર્કશોપનો સામાન સંતરામપુર એસટી ડેપો વકૅશોપ નજીક પડ્યો હતો સંતરામપુરના વર્કશોપમાં પડેલ સામાનમાંથી લોખંડની એંગલો ( ચેનલ) લોખંડની પાઈપો તેમજ સ્ટીલના લોખંડના સળીયા મળી અંદાજે ( એક લાખ પ્રાત્રીસ હજાર પુરા ) જેટલો સામાન ચોરી થયેલ છે. સમગ્ર ઘટનાની જાણ સંતરામપુર પોલીસ મથકે કરી છે જેથી કોન્ટ્રાકટરની બનાવ અંગેની લેખિત ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સંતરામપુર નગરમાં તસ્કરોનો ઉપપ્રદૂવ પુન શરૂ થતાં નગરજનોમાં ફફડાટ જોવા મળે છે.સંતરામપુર એસટી ડેપો વકૅશોપનાં નવીન બાંધકામ કરનાર કોન્ટ્રાકટરના માલસામાનની થયેલ તસ્કરીની ધટનામાં ફરીયાદીની લેખિત ફરીયાદ સંદભૅ પોલીસે આ ગંભીર ગુનામાં ત્વરીત ગુનો નહીં નોધીને લેખિત ફરીયાદ લઈને તપાસ કરવાનું શું પ્રયોજન હોઈ શકે?તેવા અનેક સવાલોએ નગરજનોના મુખે ચર્ચાનું જોર પકડ્યું છે.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ