સેલવાસમા વિવિધ વિસ્તારોમાંથી સાયકલ ચોરીની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે ઝંડાચોક વિસ્તારમા આવેલ પંડયા ટાવરમા મનહર સ્ટોરના માલિકે સાયકલ પાર્ક કરી હતી બપોરે સાડા બાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો યુવાન આવ્યો હતો અને જ્યા સાયકલ મુકવામા આવેલ ત્યાથી સાયકલ ઉઠાવી ચાલવા લાગ્યો હતો.
દુકાનના માલિકને શંકા જતા તેઓએ દુકાનની બહાર લગાવવામા આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જોવા મળ્યુ કે એક યુવાન સાયકલ ઉંચકીને ઝંડાચોક સ્કુલ તરફ લઇ જતો જોવા મળ્યો હતો.પંડયા ટાવર પર શાળાના વિદ્યાર્થીઓ,દુકાનમા આવતા ગ્રાહકો અહી સાયકલ,સ્કૂટર પાર્ક કરી દુકાનદારો પોતાના ધંધા અર્થે જતાં રહેતાં હોય છે અને વિદ્યાર્થીઓ ભણવા માટે જતાં રહેતાં હોય છે. પરંતુ પાછા આવતાં પોતાનું સાયકલ ચોરાઇ ગઇ હોવાનું જાણતાં દુકાનદારને પૂછતાં હોય છે.આવું એકવાર નહીં પરંતુ અનેકવાર આ સ્થિતી ઉભી થતી હતીં. જેના પગલે દુકાનદારે સીસીટીવી કેમેરા લગાવી સાયકલ ચોરને પકડાવી દીધો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ