-ફાયર વિભાગની ટીમોએ 5 કલાક સુધી પાણીનું ફ્રેશર છોડી આગને કાબુમાં લીધી
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCના દેહરી રોડ પર આવેલી ખાનગી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયરની ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. તેમજ ફાયરની ટીમે મેજરકોલ જાહેર કર્યો હતો. 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગની ઘટનામાં 6 કામદારોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.
વલસાડના ઉમરગામ GIDCના દેહરી રોડ ઉપર જે. કે. લાઈફ સ્ટાઈલ નામની કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેથી કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોને જાણ થતાં તમામ કારીગરોને સુરક્ષિત રીતે કંપનીની બહાર નીકળી જવા સૂચના આપી હતી.ઉમરગામ, સરીગામ વાપી સહિતની ફાયરની ટીમો પહોંચી ગઇ હતી.સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉમરગામ ફાયર ફાઈટર અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઉમરગામ ફાયરની ટીમે સરીગામ, વાપી સહિતની ફાયરની ટીમની મદદ લઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. નેઈલ પોલીશનું મટીરીયલ બનાવતી કંપની હોવાથી આગે જોતજોતામાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સંચાલકો અને કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને ઉમરગામ ફાયરની ટીમની સાથે સરીગામ સહિતની 3 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવા વાપી GIDC અને નગર પાલિકાની ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. આગની ઘટનાને લઈને આજુબાજુમાં આવેલી કંપનીના સંચાલકો અને કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ આગ વિકરાળ બનતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો.
5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
ઉમરગામ GIDCની લાઈફ સ્ટાઈલ કંપનીમાં લાગેલી આગ પર ઉમરગામ નગર પાલિકા, ઉમરગામ GIDC, સરીગામ GIDC, વાપી નગર પાલિકા અને વાપી નોટિફાઇડ ફાયરની 5 ટીમોએ 5 કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. કંપનીના 6 કામદારોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. કંપનીમાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો હોવાથી ફાયરની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ