તાજેતરમાં વાપી તાલુકાના રાતા ગામ કોપરલી રોડ પાસે આવેલ એક અવાવરૂ જગ્યાએ બનાવેલ સેફ્ટી ટેન્ક માં એક ૮ ફૂટ લાંબો અજગર પડી ગયો હતો.

આ અજગરની જાણ ત્યાં રમવા માટે આવેલ સ્થાનિક લોકોને થતાં તેમને વાપીની એનિમલ રેસક્યુ ટીમને જાણ કરતા, ટીમના વર્ધમાન શાહની સાથે ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે કલાકની મહેનતે ૧૦ ફૂટ ઊંડી સેફ્ટી ટેન્કમાં ઉતરી વિશાળકાય અજગરને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો હતો, આસપાસના લોકોને અજગર વિશે સામાન્ય માહિતી આપી અને અજગર જેવા સરીસૃપ ખેડૂતોના મિત્ર હોય જે ખેતરનો બગાડ કરતા જીવોને પોતાનો આહાર બનાવી તેમની મદદ કરતા હોય છે,તેવું જણાવી વનવિભાગની ટીમે નજીકના વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ