વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના કચિગામ વિસ્તારમાં આવેલા દીપાલી બારમાં શુક્રવારે રાત્રે આજુબાજુના અલગ અલગ ટેબલ ઉપર બેસેલા યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા વાપીના એક યુવક અને સામે વાળા યુવાનો વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા યુવકોએ વાપીના યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મારમારીમાં 2 યુવકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ નજીક બાયડમાં રહેતા ઋતુ પટેલ વાપી ખાતે રહેતા સંબંધીનાં ઘરે મળવા આવ્યો હતો. ઋતુ પટેલનો 3 દિવસ પહેલા જન્મ દિવસ ગયો હતો. જેની પાર્ટી આપવા ઋતુ પટેલ અને વાપી ખાતે રહેતા પટેલ પરિવારના યુવાનો સાથે દમણ કચીગામ ખાતે આવેલા દીપાલી બારમાં પાર્ટી આપી હતી. બાજુના ટેબલ ઉપર બીજા યુવકો બેઠા હતા. ઋતુ પટેલના તેના ટેબલ ઉપર બેસેલા પરિવાર સાથે હતા. જે દરમિયાન બાજુના ટેબલ ઉપર બેસેલા યુવકોએ ઋતુ પટેલ અને તેના પરિવારના સભ્યોને બાજુના ટેબલ ઉપર બેસેલા અજાણ્યા યુવકોએ ઊંચા અવાજે વાત ન કરવા જણાવ્યું હતું. બાજુમાં અન્ય ટેબલો પણ આવ્યા છે. બધા ધીમા અવાજે વાત કરે છે. તમે પણ આવાજ ધીમે રાખી વાત કરવા જણાવ્યું હતું. જે બાબતે બંને ગ્રૂપ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ઋતુ પટેલ અને તેમના ગ્રૂપ અને બાજુના ટેબલ ઉપર બેસેલા યુવાનો વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને ટેબલ ઉપર બેસેલા યુવાનો સામસામે આવી ગયા હતા. બંને ટેબલ ઉપર બેસેલા યુવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. પૈકી ઉશ્કેરાયેલા એક યુવકે ઋતુ પટેલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં ઋતુ પટેલનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે 2 યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા દમણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા ઘટના અંગે દમણની કચીગામ પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ