ગોધરા-NEET પરિક્ષા પાસ કરાવાના કૌભાંડમાં પંચમહાલ પોલીસે ઇસમની કરી ધરપકડ

પંચમહાલ પોલીસે દરભંગારમાંથી વિભોર નામના ઇસમને ઝડપી પાડ્યો

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા જાણીતા બનેલા નીટ પરિક્ષા પાસ કરવાના કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા તપાસના તાર બિહાર સુધી લંબાવાયા છે. જેમા પોલીસ દ્વારા અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓની સઘન પુછપરછમાં વધુ એક આરોપીને પંચમહાલ પોલીસ દ્વારા બિહારના દરભંગાથી ઝ઼ડપી પાડવામા સફળતા મળી છે. પોલીસે વિભોર આનંદને ઝડપી પાડીને પુછપરછના ચક્રો ગતિમાન કર્યા છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે નીટ પરિક્ષા કૌભાંડ પાસ કરાવાના મામલે પંચમહાલ પોલીસ દ્વારા ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. જેમા પંચમહાલ પોલીસ દ્વારા પરશુરામ રોય. તુષાર ભટ્ટ, આરીફ વોરાની ધરપકડ કરવામા આવી હતી. જેમા પોલીસ દ્વારા પુછપરછ કરતા પરીક્ષાના કૌભાડના તાર બિહાર સુધી જોડાયેલા હોવાની વિગતો બહાર આવી છે. જેમા પોલીસ દ્વારા પુછપરછ કરતા આ મુળ બિહારના એવા વડોદરામા રહેતા ઈસમ વિભોર આનંદને ઝડપી પાડવામા સફળતા મળી છે. પંચમહાલ પોલીસ દ્વારા આરોપીને બિહારના દરભંગામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં પ્રાથમિક જાણકારી મુજબ વિભોર આનંદ આ મામલે પરશુરામ રોયને વિદ્યાર્થીઓ લાવી આપવાનુ કામ કરતો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સમગ્ર મામલે અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા તપાસનો દોર શરુ કર્યો છે.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *