હીટવેવને લઇ રાજ્ય સરકાર સતત ચિંતામાં બની છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું હતું. માવઠાના કારણે થયેલા નુકશાનનું સર્વે કરવા મુખ્ય મંત્રીએ અધિકારીઓની મિટિંગ કરી જણાવવામાં આવ્યું છે.
માવઠાથી નુકશાનનો સર્વે કરી વળતર કરવા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુંકસાન થયું છે.સર્વે માત્ર કાગળ પર જ નહીં પણ તેનું ચુંકવણું કરવામાં આવે.ગયા વર્ષે પાકની નુંકસાનીની સહાય આપવાની વાત કરી હતી તે હજુ સુધી ચુકવવામાં આપી નથી. આમ વારંવાર વરસાદને કારણે ખેડુતેનોના પાકને નુંકશાન થાય છે, તો ખેડૂૂતો કોની પાસે આશા રાખે? જો કે જૂનાગઢના વંથલ પંથકમાં ફુંકાયેલા પવને કેરીના પાકને ભારે નુંકશાન થયું છે.વંથલી સહિત આસપાસના વિસ્તારોમાં આંબા પરની કેરી પરનો પાક ખરી પડ્યો હતો.પવન સાથે તોફાની વરસાદે વરસી પડ્યો હતો. જેના કારણે આંબા પરની કેરી ખરી પડી કેરીના પાકને પણ ભારે નુંકશાન થયું છે. તેથી કેરી પકવતાં ખેડૂતોની પણ માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.