ભારત પણ એક દિવસ ઇરાનનના શોકમાં સામેલ
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમનું અવસાન થયું હતું. જેથી એકપછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર થઇ રહી છે.ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આજરોજ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે ભારત ઇરાન દ્રિપક્ષિય સંબંધોને વધુ મજબુત બનાવવા માટેના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
સાથે ભારતે પણ એક દિવસ માટે ઇરાનના શોકમાં સામેલ થવાની જાહેરાત કરી છે.દેશના કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મંગળવારે દુર્ઘટનામાં માર્યા ગયેલા ઇરાનના રાષ્ટ્રપતિના અવસાનને લઇ ભારતમાં એક દિવસ શોકની જાહેરાત કરી છે. અને સમગ્ર ભારતમાં જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિત રીતે લહેરાય છે. ત્યાં તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ જુકાવવામાં આવશે અને રાજ્યના શોકના સમયગાળા દરમિયાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો નહીં હોય.