જોત જોતામાં આગે ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ
સરીગામ સનસનાટી સીયારામ આઉટલેટ દુકાનમાં વહેલી સવારે સનસનાટી આગ લાગતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે જોત જોતામાં જ આગે એટલું ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધુ કે આસપાસના લોકોએ ગભરાઇ જતાં તાત્કાલિક ધોરણે ફાયર વિભાગણે જાણ કરી દેતાં,ફાયર વિભાગની ટીમ મોટી દુર્ઘટના ન સર્જે તે પહેલા જ આગને કાબુમા લઇ લીધી હતી.
સિયારામ આઉટલેટ દુકાનના માલીક અશોકભાઇએ લગભગ ત્રણેક વર્ષથી કપડાનો ધંધો જમાવ્યો હતો.પરંતું આજે વહેલી સવારે 6 વાગ્યાની અરસામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં તેમના ધંધાની મહેનત પર એકાએક પાણી ફરી વળતાં ભારે નુુંકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જોતામાં આગે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતાં દુકાનમાં રાખેલા તમામ કપડા બળીને ખાખ થઇ ગયાં હતાં, અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમય સુચકતાં આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ કોઇ મોટી દુર્ઘટના ટળે તે પહેલા જ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમા લઇ લેતા કોઇ જાનહાની પહોંચી ન હતીં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ