સમગ્ર ગુજરાત ભરમાં જયારે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જતો હોઈ છે. ત્યારે અમુક લોકો ગરમીથી રાહત મેળવવા માઉન્ટ આબુ નો સહારો લઈ રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં અત્યારે અગન ગોળા પડવાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. આ ગરમીમાં AC કે પંખા પણ કામ નથી કરી રહ્યા ત્યારે ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં માઉન્ટ આબુમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યાં પ્રયટકોના ભારે ઘસારા વચ્ચે ટ્રાફિકના દ્રષ્યો પણ સર્જાયા હતા. માઉન્ટમાં ગરમીથી રાહત મેળવવાં લોકો નક્કી ઝીલમાં બોટિંગ અને ઠંડા પીણાં ની મોજ માનતા નજરે પડતા હોઈ છે. ગુજરાત માં અને રાજસ્થાન માં 45 ડિગ્રી કરતા પણ વધારે ગરમીનો પારો ચડતા માઉન્ટમાં તાપમાનનો પારો નીચો હોવાથી ગુજરાત ભરના લોકો માટે માઉન્ટ આબુ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્યાં ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.
અમીરગઢથી અશોક રણાવાસિયાનો રીપોર્ટ