રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માનવસર્જિત હોનારતમાં એક જ પરિવારના 5 સભ્યોનો ગેમ ઝોનમાં જીવ ગયો છે. તેવમાં પોતાનો સ્વજનોનો ગુમાવનાર પ્રદિપસિંહે હતાશ થઇ આક્રોશ ઠાલવતાં કહ્યું કે મારુ તો કોઇ બચ્યું નથી. અને નહીં મારે કોઇ સહાય જોઇતી. પણ જે વકિલને આ આરોપીઓનો કેસ લડવા તૈયાર હોય તે તેમણે કેસ લડવાના જેટલા પૈસા થતાં હશે એ ઉપરાંત બે લાખ હુ વધારાના આપી દઇશ. પણ જો આ ગુનેગારોને કડક સજા નહીં થાય અને સજા પહેલા તેમના જામીન મંજૂર થશે તો હુ એકેયને નહીં છોડુ. .બધાયને હુ મારી નાખીશ. મારુ કોઇ રહ્યું નથી તો હવે કંઇ ગુમાવવાનો ડર મને રહ્યો નથી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-27-at-11.38.38-AM.jpeg)