વાપી મેઈન બજારમાં જૂની અદાવતમાં એક યુવક પર પાડોશીએ બાજટથી માર મારતા માથા માંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હુમલો કરનાર સામે ફરિયાદ કરાઈ છે.
વાપી ટાઉન પોસ્ટ ઓફિસ પાસે રહેતા પ્રદિપ મોહનલાલ શાહે સોમવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તેમની કાકી પુષ્પાબેન શાહની માલિકીની દુકાન વાપી મેઈન બજારમાં આવેલ હોય અને દુકાનની એક સાઈડે નવસાદસરફુદ્દીન ઘાંચીનું મકાન છે. કાકી અને નવસાદ વચ્ચે ભાડે આપેલ દુકાન ભેગો બહાર લગાવવા બાબતે તેમજ માસ મચ્છી ઘર નીચે નાખવા બાબતે અવાર નવાર બોલાચાલી થતા 15 મે ના રોજ ફોન ઉપર પ્રદિપ અને નવસાદ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી મંગળવારે મોહિની જવેલર્સ પાસે પ્રદિપને અટકાવી નવસાદે પૂજા કરવાના બાજટથી હાથ એને માથામાં મારતા લોહી નીકળવા લાગ્યું હતું.જેથી તેને સારવાર માટે જનસેવા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગે આરોપી નવસાદ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ