નાની દમણ સાંઈ બાબા મંદિરથી મોટી દમણ જતો પુલ હજુ 17 દિવસ બંધ – રહેશે. પુલની નીચે રિવર ફ્રન્ટ – સુધીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જે આગળ જતા રસ્તાને મળશે. તેના માટે મજબૂત દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.દિવાલનું કામ જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રિવર ફ્રન્ટનું કામ પાલિકા દ્વારા કરવામાં આવશે.
સાંઈબાબા પૂલ પદયાત્રીઓ અને ટુ-વ્હીલર માટે સૌથી ઉપયોગી છે. જોકે મોટી દમણ જવાનું અહીંથી નજીક પડતાં લોકો આ માર્ગનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ આ રસ્તાનું કામ ચાલું રહેતા,આ પુલ મુસાફરો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને ચાલું કામમાં કોઇ જાનહાની ન થાય જેના પગલે આ પુલને એકાએક બંધ કરવામાં આવ્યો છે.પુલ બંધ થતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે લોકોએ મોટી દમણ જવા અને આવવા માટે વૈકલ્પિક રીતે રાજીવ ગાંધી બ્રિજનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ