કચીગામ ત્રણ રસ્તા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત,બાઇક સવાર એકનું મોત,એકની હાલત ગંભીર

દમણના કચીગામ ત્રણ રસ્તા પાસે ગઇ કાલે મોડી સાંજે ટ્રક અને પલ્સર બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રક ચાલકે કચીગામ સ્કૂલ તરફ ટર્ન મારવા જતો હતો, તે દરમિયાન પલ્સર બાઇક સવાર કચીગામ રોડ પરથી ભડકમોરા તરફ પરત ફરી રહ્યાં હતાં. તે સમયે સામેથ ટર્ન લેતી ટ્રકને જોઇ યુવક ગભરાઇ ગયો હતો.તેથી યુવકનું બાઇક પરના સ્ટેરિંગનું એકાએક સંતુલન ગુમાવતાં ટ્રકના પાછલા ટાયર સાથે ધડાકાભેર અથડાતાં એક યુવકનું ઘટના સ્થળે જ મોંત નિપજ્યું જ્યારે એકની હાલત ગંભીર લાગતાં નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.

ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુલપડ ભડકમોરા વિસ્તારમાં રહેતા વિજય હરિઓમ રાજુપત ઉમર વર્ષ 22 અને વિકાસ ઠાકુર ઉમર વર્ષ 20 બંને યુવકો પલ્સર એનએસ બાઈક નંબર GJ 15 ED 2497 લઈને દમણ ફરવા આવ્યા હતા, જે બાદ બંને દમણના કચીગામ રોડ પરથી ભડકમોરા પરત ફરી રહ્યા હતા તે સમયે કચીગામ ત્રણ રસ્તા પરથી પસાર થતી એક ટ્રક નંબર GJ15 Z 0568નો ચાલક કચીગામ સ્કૂલ તરફ ટર્ન મારવા જતા સામેના રોડ પરથી આવતા બંને યુવકોની બાઈકનું સંતુલન ખોરવાતા તેમની બાઈક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈને ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી, જેને કારણે ગંભીર ઇજાને પગલે બાઈક સવાર હરિઓમ રાજપુતનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ ઠાકુરને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે મોટી દમણ સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવ્યો હતો, અને ટ્રક અને બાઇકનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *