વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ગુજરાત અને આજુબાજુના સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની રહે છે. દમણના નમો પથ ઉપર ફરવા આવેલા સહેલાણીઓ પૈકી એક સહેલાણીએ ચાલુ કારમાં કારના સન રૂફ ઉપર ઉભા રહી નામો પથની મઝા મણતો હોવાનો સ્ટંટ કર્યો હતો. કાર ચાલકે અને સ્ટંટ કરનાર યુવકે તેનો અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મુક્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. દમણ પોલીસને વિડીયો મળતા તાત્કાલિક વિડીયો ક્યારનો છે. અને ક્યાં વાહન ચાલકે જોખમી સ્ટંટ કર્યો હોવા અંગે તપાસ હાથ ધરી છે.
હાલમાં પડતી કાળઝાળ.ગરમીમાં.સંઘ પ્રદેશ દમણ સહેલાણીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું છે. વલસાડ જિલ્લા સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ તેમના પરિવાર અને મિત્ર સર્કલ સાથે દમણની સહેલગાહ માણતા હોય છે. ત્યારે દમણના નામો પથ ઉપર સહેલગાહ માણવા આવેલા સહેલાણીઓ પૈકી એક કારમાં સવાર યુવકે રિલ બનાવવાની ઘેલછામાં ચાલુ કારે કારના સન રુફ ઉપર ઉભા રહી સ્ટંટ કરી કાર ચાલકે પોતાનો અને અન્ય વાહન ચાલકોને જીવને જોખમમાં મુક્યા હતા.
સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ થયો હતો. દમણ પોલીસને આ વિડીયો મળતા નમો પથ અને રામ સેતુ રોડ ઉપર લાગેલા CCTV ફૂટેજની ચકાસણી કરી કારના સન રુફ ઉપર ઉભા રહી સ્ટંટ કરનાર યુવકની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. માત્ર 9 સેકન્ડનો વિડીયો વાયરલ થતા દમણ પોલીસે પણ નમો પથ અને રામ સેતુ રોડ ઉપર પોલીસનું પેટ્રોલિંગ વધારવા અને CCTV ઉપર મોનીટરીંગ વધારવા સૂચના આપી હતી. સાથે દમણ પોલીસે દમણના વિવિધ વિસ્તારોની સહેલગાહ માણવા આવતા સહેલાણીઓને જોખમી સ્ટંટ ન કરવા અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં ન મુકવા અંગે અપીલ કરી હતી અને, કોઈપણ વ્યક્તિઓ ટ્રાફિકના કે અન્ય નિયમોના ભંગ કરતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ