અમદાવાદથી ગળતેશ્વ મહી નદીમાં નહાવા આવેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત

ગરમીમાં ગળતેશ્વર મહી નદીમાં નહાવાની મજા માણવા આવેલા ત્રણ મિત્રને મળ્યું મોત

ખેડા જિલ્લામાં આવેલી ગળતેશ્વર મહી નદીમાં અમદાવાદથી 9 મિત્રો નહાવા માટે મહી નદીમાં છલાંગો લગાવા માંડી હતીં.તેમાંથી તેમાંથી ત્રણ મિત્રોના ડૂબી જવાંથી મોત નિપજ્યું અને એકને બચાવવમાં સફળતાં મળી હતી.
ગુજરાતનં જાણીતું પ્રવાસ પર્યટન સ્થળ 12મી સદીનું ગળતેશ્વર મહાદેવ મંદિર આ પર્યટનના કાંઠે ગળતેશ્વર મહી નદી વહી રહી છે,જેથી દર્શનાર્થીઓ અહીં દર્શન કરી પવિત્ર ગણાતી મહી નદીએ સ્નાન કરવા જતાં હોય છે.અને ઉનાળું સિઝન આવે ત્યારે તો હજારોની સંખ્યામાં ગુજરાતભરના લોકો અ હીંયા ન્હાઇને મજા માણવા આવતાં હોય છે.

ઉનાળાની ધગધગતી ગરમી અને તાપને કારણે લોકો અવનવી જગ્યાએ ઠંડક મળે ત્યાં પર્યટન કરવા અને નહાવા જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે અમદાવાદથી 9 મિત્રો પર્યટન માટે ખેડા જિલ્લામાં આવેલી ગળતેશ્વર મહીસાગર નદીએ આવ્યાં હતાં અહીનો નજારો જોઇ તેઓ નહાવા માટે મહી નદીમાં પડ્યાં હતાં. આમ નહાવાની મજા માંણતાં માણતાં એક મિત્ર પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી બાકીના ત્રણ મિત્રએ તેને ડુબતાં જોઇ તેને બચાવવા જઇ પહોચ્યાં હતાં.પરંતું એક પછી એક તેમ કુલ ચારેય મિત્રો નદીમાં ડુબવા લાગ્યાં હતાં. જેથી સ્થાનિક તરવૈયાની નજર ડુબતાં યુવકો પર પડતાં તેને નદીના પાણીમાં એકાએક છલાંક મારી યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાંથી એકનો જીવ બચાવી શક્યો અને બાકીની ત્રણ બચાવી ન શકતાં તેઓનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સેવાલીયા પોલીસને થતાં ઘટનાસ્થળ પર દોડી આવી હતી.સેવાલીયા પોલીસે મરણ જનારના નામ પૂછતાં (1) હિતેશભાઈ મહેશભાઇ ચવાડા ઉ.વ.39 રહે ખોખરા અમદાવાદ, (2) સુનિલ કુશવાહ રહે વટવા, અમદાવાદ. જ્યારે ત્રીજાની ઓળખ હજુ બાકી છે. આ ત્રણેયનો મૃતદેહ કબ્જે કરી સરકારી હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *