વલસાડ જિલ્લાના વાપીના જુના જકાતનાકા પાસે રેલવે ટ્રેક નજીક સ્થાનિક લોકોને એક અજાણ્યા ઇસમની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના અંગે 108 અને વાપી ટાઉન પોલોસની ટીમને જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા યુવકની લાશ ઉપર માખીઓ મંડરાતી હતી. જેથી ઘણા સમય પહેલાથી યુવક ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાનો અનુમાન પોલીસે લગાવ્યું છે. ઇજાગ્રસ્ત યુવક ટ્રેનની અડફેટે આવવાથી ઇજાગ્રસ્ત બન્યો કે કોઈ અજાણ્યા ઈસમોએ યુવકને માર મારી ઇજાઓ પહોંચાડી જે અંગે વાપી ટાઉન પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપીના જૂના જકાતનાકા પાસે રેલવે ટ્રેક પાસે હાઇવેના સર્વિસ રોડ નજીકથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓને એક અજાણ્યા યુવકને શંકાસ્પદ રીતે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો જોયો હતો. ઇજાગ્રસ્ત ઈસમ ઉપર માખીઓ મંડરાતી જોઈને સ્થાનિક લોકોએ કોઈ દારૂના નાશમાં પડ્યો હશે તેમ સમજી વાપી 108 અને વાપી ટાઉન પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી 108 અને વાપી ટાઉન પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા રેલવે ટ્રેક પાસે ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા ઇસમની લાશ મળી હતી. અજાણ્યો ઈસમ ટ્રેનની અડફેટે આવવાથી ઇજાગ્રસ્ત બન્યો કે કોઈએ યુવક ઉપર જીવલેણ હુમલો કરી મોત નિપજાવ્યું છે. જે અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી ઘટના સ્થળની નજીકમાં રહેતા સ્થાનિક લોકોના નિવેદન મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસ અને 108ની ટીમે લાશને ચેક કરતા ગાળાના ભાગે કાપાનું નિશાન જોવા મળ્યું હતું. હાથોહાથમાં પણ વાગેલાના નિશાનો જોવા મળ્યા હતા. ગતરાત્રીએ આ ઇસમનો કોઈ સાથે ઝઘડો થયો હોય અને તેમાં અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત થયો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. વાપી ટાઉન પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી આજુબાજુના ગામના અગ્રણીઓને યુવકની લાશના ફોટા મોકલાવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ