-અભિનેત્રીએ CISF મહિલા જવાન પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી
બોલવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પહોંચી હતી,ત્યાં ફરજ બજાવતાં CISF મહિલા ગાર્ડે અભિનેત્રીને તમાચો માર્યના અહેવાલ સામે આવ્યાં છે.થપ્પડ મારનાન મહિલા જવાનનું નામ જાણતાં કુલવિંદર કૌર હોવાનું સામે આવ્યું છે.અભિનેત્રીને જાહેરમાં તમાચો મારતાં કહ્યું હતું કે સીઆઇએસએફ ગાર્ડને હટાવવા જોઇએ,અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.CISF મહિલા ગાર્ડે ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતને તમાચો માર્યો હતો.જેથી આરોપી CISF મહિલાનને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, અને તેની વિરુદ્ધ એફઆરઆઇ દાખલ કરવાની તૈયારી કરી છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરી કહ્યું હતું કે હું સુરક્ષિત છું.આજે ચંદિગઢ પર બનેલી ઘટનામાં હું સુરક્ષા તપાસ દરમિયાન પહોંચી હતી, ત્યારે આ ઘટના બની હતી.હું સિક્યુરિટી ચેક કર્યાં પછી આગળ ગઇ ત્યારે બીજી કેબિનમાં CISF મહિલા કર્મચારી ત્યાં મારી આગળ આવવાની રાહ જોઇ રહી હતી. પછી તે બાજુમાં આવીને મને જોરથી થપ્પડ માર્યો હતો. મેં તેને પૂછ્યુ કે તેને શા માટે આવું કર્યું ? તો તેને કહ્યું કે તે ખેડૂત આંદલનના વિરુદ્ધમાં સમર્થન કરે છે.મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આંતકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.