પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામ પાસેથી પસાર થતી પાનમ હાઈલેવલ કેનાલ પાસે કાચા રસ્તાનુ ધોવાણ થતા ખેડુતો દ્વારા રસ્તાનુ સમારકામ કરી આપવાની માંગ કરવામા આવી છે. કેનાલની પાસે આવેલા ખેતરમાલિકો દ્વારા આ રસ્તાને લઈ અગાઉના મહિનાઓમા પાનમ વિભાગને પણ લેખિત જાણ કરવામા આવી હતી. ચોમાસુ નજીક આવીને ઉભુ છે. વરસાદની સીઝન શરુ થવાને આરે છે તેના કારણે ખેતરને પણ નુકશાન થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ મામલે ખાડાનુ સમારકામ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-07-at-4.21.11-PM-1024x461.jpeg)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાંથી ખેડુતોની જીવાદોરી સમાન પાનમ હાઈલેવલ કેનાલ આવેલી છે. આ કેનાલના પાણી થકી આસપાસના ખેડુતો દ્વારા તેમના ખેતરોને પીયત માટે સિંચાઈનુ પાણી મળી રહે છે.શહેરા તાલુકાના લાભી ગામના ઘોડા ફળિયા પાસેથી પસાર થતી આ પાનમ હાઈલેવલ કેનાલ પસાર થાય છે. આ કેનાલની પાસેથી અવરજવર કરી શકે તે માટે એક કાચો રસ્તો પણ બનાવામા આવ્યો હતો. વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતા એક ખાડો પડી જતા ગ્રામજનો દ્વારા આ મામલે તંત્રને લેખિત રજુઆત કરવામા આવી છે. આ રસ્તા પર પડી ગયેલા ખાડો પુરવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. લાભીના ગ્રામજનોના ખેતરો અહી આવેલા છે. અહી ખેતીકામ માટે અવરજવર રહેતી હોય છે. આગામી 10 દિવસમાં ચોમાસાની સીઝન શરુ થવા જઈ રહી છે,વરસાદને કારણે આ રસ્તા પર પડેલો ખાડો મોટો થવાની શક્યતા છે. જેના કારણે નજીકના ખેડુતોના ખેતરોને પણ નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે. આ મામલે મહિનાઓ અગાઉ પાનમ વિભાગને રસ્તા મામલે લેખિત રજુઆત કરવામા આવી હોવાનુ ખેડુત દ્વારા જણાવાયુ હતુ.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ