નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સંસદિય દળના નેતા વડા પ્રધાન મોદી સતત ત્રીજી વખત ચુંટાયા હતાં.જેથી વડા પ્રધાન મોદીએ કહ્યું કે મારા પર વિશ્વાસ મુકી મને જવાબદારી સોંપવા બદલ તમામનો આભાર.મારુ એક જ ધ્યેય છે કે ભારત માતા અને દેશનો વિકાસ.આટલું કહી બેઠક પુરી થઇ હતી.9 જૂને સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ભવનમાં ત્રીજી વખત સપથ લઇ શકે છે.
ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે વડા પ્રધાને ક્યારેય ત્રણ મહિના સુધી આરામ કર્યો નથી. આધ્રમાં અમે 3 જાહેર સભાઓ અને એક મોટી રેલી કરી હતી.તેનાથી ચૂંટણી જીતવામાં ઘણો ફરક પડ્યો હતો.
મોદીની ફોટો ગેલેરીમાનો ફોટો
બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે મોદીજીના નામનું સમર્થન કરું છું. હું ઇચ્છતો હતો કે તેઓ આજે જ સપથ લે.ખુશીની વાત એ છે કે તેઓ દશ વર્ષથી પીએમ રહ્યાં.અને તેમણે દેશની સેવા કરી હતી, તેમાં જે બચ્યું છે તે હવે પુરુ કરીશું.
મહારાષ્ટ્રના રાષ્ટ્રસભાના સાંસદ રામદાસ આઠવલે કહ્યું કે અમે બધા જ મોદીના સમર્થનમાં છીએ.9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ ગ્રહણ કરવામાં આવશે.અમે મોદીને ખાતરી આપીએ છીએ કે અમે તેમની સાથે છીએ.તેઓ જે નિર્ણય લેશે તેમાં અમે સહભાગી થઇશું
મોદીની ફોટો ગેલેરીમાનો ફોટો
લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ માટે 272 બેઠકો જોઇતી હતી, પરંતું 240 બેઠક મળતાં બહુમતિ માટે તેમણે 32 બેઠક ઓછી પડી છે.ત્યારે એનડીએને 293 બેઠકો મળતાં બહુમતિનો આંકડો પાર થઇ ગયો હતો.આમ ભાજપ સિવાય એનડીએની પાસે 14 સહયોગી પક્ષોના 53 સાંસદો પણ છે.જ્યારે ચંદ્રબાબુની ટીડીપી પાસે 16 બેઠકો છે.જેથી ગઠબંધનના બીજા નંબરે પહોચી ગઇ છે.અને નીતિશની જેડીયું પાર્ટીને 12 બેઠકો મળતાં તેને ત્રીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે.જેથી ભાજપે બંને પક્ષોને હાથમાં લીધા વિના સરકાર બનાવવી મુશ્કેલ હતી.
મોદીના સપથ સમહારોહમાં બાંગ્લાદેશના શેખ હસીના હાજરી આપે તેવી શક્યતાં
મીડિયાને મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, ભુટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, મોરેશિયમના પીએમ પ્રવિંદ જુગનૌથ, નેપાળના પીએમ પુષ્પા કમલ દહલ,માલવીના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝું અને શ્રિલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે મોદીના શપથ સમારોહમાં હાજરી આપે તવી શખ્યતાઓ છે.