દારૂના કેસમાં 1 લાખની લાંચ માંગનાર ઉમરગામના 2 કોન્સ્ટેબલ ACBના છટકામાં સપડાયા…

નવસારી ACBની ટીમે ઉમરગામ પોલીસ મથકના 2 કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. બન્ને કોન્સ્ટેબલે એક દારૂ ના કેસમાં ફરિયાદી ને મારઝૂડ અને હેરાન પરેશાન નહિ કરવા માટે 1 લાખની લાંચ માંગી હતી. જે અંગે ACB એ ગોઠવેલ છટકામાં બન્ને કોન્સ્ટેબલ 89 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતાં.

આ અંગે ACB તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા પરેશકુમાર રામભાઈ રામ અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા મુરુભાઈ રાયદેભાઈ ગઢવીએ આશરે દોઢ માસ અગાઉ દારૂના કેસમાં જે તે સમયે ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો. આ કેસમાં ફરિયાદીને અટક કરી મારઝૂડ તથા હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે બન્ને કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેમણે એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપર વિઝનમાં નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના PI બી. ડી. રાઠવાએ એ.સી.બી. સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું. ઉમરગામમાં ગાંધીવાડીની વલ્લભ હાઇટ્સ બિલ્ડીંગ, માવલા ચા ની દુકાનની બહાર આ છટકું ગોઠવ્યું હતું. જ્યાં બન્ને કોન્સ્ટેબલ આવ્યા હતાં. તેઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની 89 હજારની રકમ સ્વીકારી હતી. જે સાથે જ ACBની ટીમે બન્નેની ધરપકડ કરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *