રાજકોટ વાતાવરણમાં પલટો આવવાથી જામકંડોરણાના દળવી,કાના, વડાળા ગામે ભારે વરસાદના છાંટા ખરતાં જોવા મળ્યાં તો બીજી બાજુ ચરેલ ગામે ભારે વાવાઝોડું લઇને વરસાદે ધમધમાટી બોલાવતો જોવા મળી રહ્યો હતો.
સતત બે કલાક વરસી રહેલા વરસાદે ચરેલ ગામમાં દોઢ ઇંચ વરસાદ નોંધાવ્યો છે. આ સમય દરમિયાન લોકોએ બહાર નિકળવું મુશ્કેલ થઇ પડ્યું હતું. જો કે વાહન લઇને નિકળીએ ત્યારે સામેથી કોઇ વાહન આવતું દેખાતું ન હતું.જેના કારણે અકસ્માત થઇ જાય તેવી પરિસ્થિતી ઉભી થઇ હતી. ધોધમાર વરસાદથી પવન પણ ફુંકાતા ખેતરોના વુક્ષો ધરાસયી થઇ ગયા હતાં. અને પાણીના રેલાથી ખેતરોમાં કોતરડા પડી જવા માંડ્યાં હતાં. સવારથી સમગ્ર વિસ્તામાં અસહ્ય ઉકરાળ મારવા લાગી રહ્યો હતો.જેથી વરસી રહેલા વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી ગઇ છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ