ખાડી અને પુલની વચ્ચે કાર ઝુલતાં મિનારા બનતાં દંપતિનો ચમત્કારિક બચાવ
નાની દમણ વરકુંડા માર્ગે કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરનો એકાએક કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર તોડી નીચે ગરકાવ થતાં ખાડી અને પુલની વચ્ચે ઝુલતી થઇ ગઇ હતી.જો કે સદનશીબે અકસ્માત સમયે કારની એરબેગ ખુલી જતા બંને દંપતીનો આબાદ બચાવ થતાં કાર ખાડીમાં ખાબકી ગઇ હતી. ખાડીમાં ખાબકેલી ફોર્ચ્યુનર કારને ક્રેન મારફતે બહાર કાઢીને નાની દમણ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
સંઘપ્રદેશ નાની દમણથી વરકુંડ જતા માર્ગ પર આજે વહેલી સવારે એક કાર વરકુંડ ખાડીના પુલ પર બનેલા ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર દંપતી ઘાયલ થયું હતું, મળતી માહિતી મુજબ મુંબઈના જોગેશ્વરીમાં રહેતા અશરફ શૈખ ગઈ કાલે રાત્રે તેમની પત્ની સાથે પોતાની ફોર્ચ્યુનર કાર નમ્બર MH48F5379 લઈને દમણ આવવા નીકળ્યા જતા, જ્યાં મળસ્કે પાંચથી સાડા પાંચ વાગ્યાના સુમારે ડેલટીન હોટલની નજીક આવેલા વરકુંડ પુલ પર તેમની કાર પહોંચતા અગમ્ય કારણોસર અસરફભાઇએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને તેમની કાર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, કારની જોરદાર ટક્કરથી પુલના ચાર પિલ્લરો તૂટી જતા કાર ખાડી અને પુલની વચ્ચે લટકી ગઈ હતી, જો કે સદનશીબે અકસ્માત સમયે કારની એરબેગ ખુલી જતા બંને દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો, અને બંને દંપતી સહીસલામત કારમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જે બાદ કાર સીધી પુલમાં ખાબકી હતી, ઘાયલ દંપતીએ બનાવની જાણ દમણમાં રહેતા તેમના સગા સંબંધીઓને કરતા તેઓ તાત્કાલિક વરકુંડ પૂલ પર દોડી આવ્યા હતા, અને અસરફભાઇ અને તેમની પત્નીને સારવાર અર્થે મોટી દમણ સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા, જો કે અસરફભાઈનો પરિવાર મુંબઈમાં રહેતો હોય સીએચસીમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ બંને દંપતીને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું, તો આ તરફ ખાડીમાં ખાબકેલી ફોર્ચ્યુનરને ક્રેન મારફતે બહાર કાઢીને નાની દમણ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી, જો કે વહેલી સવારે એકાંત માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને દંપતીનો ચમત્કારિક બચાવ થતા તેમના પરિવાર અને સંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ