ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અસહ્ય ગરમી વચ્ચે વરસાદનું આગમણ થયું છે.થોડા સમય અગાઉ કાળઝાળ ગરમી અને દઝાડી નાંખે તેવો તાપ ધગધગતો જોવા મળી રહ્યો હતો.તેવામાં ચોમાસાના આગમનથી જમીન પર ઠંડક વ્યાપી છે.ભરુચના શુકલતીર્થમાં ભારે પવન અને વરસાદ વરસવાથી એક ઘટાદાર વડનું વૃક્ષ ધરાશયી થતાં એક મહિલા અને બે યુવકોના મોંત નિપજ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, છોટા ઉદેપુર, અને ગીર સોમનાથ જેવી અનેક જગ્યાઓ પર વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.ત્યારે ભરુચ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવનોની સાથે વરસાદ વરસી રહ્યો હતો, જેથી અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયાં હતાં.તેવી જ રીતે શુકલતીર્થમાં એક વડનું ઘટાદાર વૃક્ષ રીક્ષા અને કાર પર ધરાશાયી થયું હતું.જેથી જેસીબી વડે દબાઇ ગયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.જેમાં રિક્ષા સવાર એક મહિલાનું ઘટના સ્થળે મોંત નિપજ્યું હતું બાકીનાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં તેમાંથી કાર સવાર બે યુવકોનું સારવાર દરમિયાન પણ મોંત નિપજ્યું છે.અન્ય 4 ઇજાગ્રસ્તને સારવાર ચાલી રહી છે.
ભરુચથી ગૌતમ ડોડીઆનો રીપોર્ટ