વેરાવળના ભાલપરા ગામના સેવા ભાવી યુવાને પાણીની અછત સમયે વિનામૂલ્યે પાણી આપવા કરી તાકીદ

વેરાવળ શહેર તેમજ આસપાસના ગામોને પાણીની અછત પડે તે સમયે ભાલપરા ગામના યુવાને વિના મૂલ્ય પાણી પૂરું પાડવા નગરપાલિકા,કલેકટર,પાણી પુરવઠા સહિતને લેખિતમાં જણાવ્યું.

વેરાવળના ભાલપરા ગામના ભગવાનભાઈ સોલંકીએ પોતાની માલિકીના કૂવામાંથી વિનામૂલ્યે શહેરીજનોને પાણી આપવાની પહેલ કરી છે. સેવાભાવી યુવાન પોતાની માલિકીના કૂવામાંથી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને વિનામૂલ્યે પાણી આપવા માટે નગરપાલિકા કલેક્ટર અને પાણી પુરવઠાને લેખિતમાં જણાવ્યું હતું કે અત્યારે કાળઝાર ગરમીમાં ગીર સોમનાથના અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે.જેથી વેરાવળ અને તેની આસપાસના ગામોને પૂરતું પાણી મળી રહે તે માટે તેમની માલિકીના કુવામાંથી વિનામૂલ્યે શહેરીજનોને પાણી આપવા માટે તૈયાર દર્શાવી હતી.

ગીર સોમનાથથી રિપોર્ટર મહેશ ડોડિયાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *