સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ ઇકો કારમા અથાલ નજીક અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ સીએનજી ઇકો કાર નંબર ડીએન 09 એચ 2553માં અચાનક ધુમાડો નીકળતા જોઇ કાર ચાલક તાત્કાલિક ગાડીમાંથી ઉતરી જીવ બચાવી લીધો હતો.ત્યારબાદ ધીમી ગતિએ સળગતી આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG_20240613_131047-1024x576.jpg)
કારમા આગ લાગવાની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમ ઘટનાંસ્થળે પહોંચે એ પહેલાં ગાડીનું ખોખું બચ્યું હતું.આ જોઇ ફાયર વિભાગની ટીમે કારમા લાગેલ આગને કાબુમા લીધી હતી.આ ઘટનામા કાર ચાલકે સાવચેતી રાખી સમય સૂચકતા વાપરી પોતાનો જીવ બચાવી લેતાં કોઈ ઇજા કે જાનહાની પહોંચતા ટળી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ