બાલાસિનોર તાલુકાના હાંડિયા ગામની પ્રાથમિક શાળાનો આજરોજ 70મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેનું આયોજન શાળા પરિવાર તેમજ એસ.એમ.સી દ્વારા કરવામાં આવ્યું હતું.તેથી શાળામાં આસોપાલવના તોરણો રંગબેરંગી બલુન્સ તથા કૃત્રિમ રંગબેરંગી તોરણોથી શણગારી શાળાનાં નામે કેક કાપી આ સ્થાપન દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG-20240615-WA0041-1024x473.jpg)
આજનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત હાંડિયાના યુવા સરપંચ જયેશભાઈ મહેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેની શરુઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા.આ પ્રસંગે માજી સરપંચ અને તાલુકા ભાજપના મહામંત્રી રાજેશભાઈ ઠાકોર દ્વારા શાળાના કારણે ગ્રામજનોની થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો તથા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ અગ્રેસર રહેવા પ્રેરણા આપી. માજી સરપંચ અને તાલુકા ભાજપના મહામંત્રી રાજેશભાઈ ઠાકોર દ્વારા શાળાના કારણે ગ્રામજનોની થયેલ પ્રગતિનો ચિતાર આપ્યો તથા વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ અગ્રેસર રહેવા પ્રેરણા આપી હતી.શાળાના શિક્ષક તથા આચાર્યએ 1955થી આજ દિન સુધીની શાળાની શૈક્ષણિક તથા ભૌતિક સફરનું વર્ણન કરી શાળા કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ તથા અન્ય જરૂરી ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે તેનો ચિતાર રજૂ કર્યો અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ માટે સતત કાર્યશીલ રહેવા માર્ગદર્શન આપ્યું તથા વાલીગણને વિદ્યાર્થીઓને નિયમિતપણે શાળાએ મોકલવા અને શિક્ષકો દ્વારા કે શાળામાં જ્યારે પણ વાલી મીટીંગ કે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવે ત્યારે ફરજિયાતપણે હાજર રહી બાળકોની પ્રગતિમાં સહભાગી બનવા સતત પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું.આજના કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી જયેશભાઈ મહેરા સરપંચ શ્રી દ્વારા ગામ શાળા તથા બાળકોને 70માં શાળા સ્થાપના દિનની હાર્દિક શુભકામનાઓ આપી અને શિક્ષકઓની કામગીરી બિરદાવી શિક્ષણ ક્ષેત્રે બાળકો ખૂબ પ્રગતિ કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકગણ, આચાર્ય,સરપંચ, માજી સરપંચ, ભાજપના મંત્રી મહામંત્રી,ગામના આગેવાન અને સ્પોર્ટ્સ ખેલાડીઓ પણ હાજર હતા તે પૈકી યુવા ખેલાડી હરિશકુમાર મહેરા દ્વારા વિદ્યાર્થીઓને સખત પરિશ્રમ કરવા સમજાવી સરપંચ જયેશભાઈ મહેરાને ગામના રમતના મેદાન માટે રજૂઆત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ