દેશના 28 રાજ્ય અને 20 દેશોમાં રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવા રચાયેલ સેલ્યુટ તિરંગા સંગઠન દ્વારા દાદરા નગર હવેલી અને દમણમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. જેથી નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાં, મહારાષ્ટ્ર 5665e અધ્યક્ષ રવિભાઈ ચીકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે ઉપસ્થિત રહી એક બેઠકનું આયોજન કર્યું હતું.
આ બેઠક દરમ્યાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાંએ સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, શહીદ પરિવારોના સન્માન જેવા કાર્યક્રમો સાથે સંગઠન આગામી 1 ઓગસ્ટ ના શ્રીનગર ખાતે 10 હજાર લોકોને તિરંગા આપી ભવ્ય તિરંગા યાત્રા કાઢશે. શ્રીનગરમાં ભવ્ય શિકારા સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજશે. કાશ્મીરમાં આ દ્રશ્ય અદ્ભુત હશે. જેમાં હિંદુ મુસ્લિમ તમામ સમાજના લોકોને જોડવામાં આવશે. આ તિરંગા યાત્રા બાદ આગામી 15,16 અને 17 સપ્ટેમ્બરે પણ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે દિલ્હીમાં થશે. જેમાં 15મીએ દિલ્હીમાં તિરંગા યાત્રા, 16મીએ દિલ્હીથી ઋષિકેશ સુધીની વાહનો સાથે ની તિરંગા યાત્રા અને 17મી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભવ્ય ગંગા-તિરંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.એ જ રીતે અટલબિહારી વાજપાઈના જન્મદિવસ એવા 25મી ડિસેમ્બરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં અટલ તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અટલ તિરંગા યાત્રામાં દેશના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. ખેલ, શિક્ષણ, સમાજ સેવા ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે આગામી દિવસોમાં IPL જેવી ક્રિકેટ લીગ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓલમ્પિક્સ ગેમમાં દેશના યુવાનોની પ્રતિભા નિખરે તે માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાને રાખીને દેશભરમાં 100 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ