રાજકોટ જિલ્લાના જામકંડોરણા મામલતદારને ફિલ્મ મહરાજને લઇ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં સનાતન હિન્દુ બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકઠા થઈને સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
નેટફ્લિક્સ પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર થઈ રહેલ ફીલ્મ મહારાજ કે જેને યશરાજ ફિલ્મ પ્રસારિત કરી રહ્યું છે, તેમાં સંપૂર્ણપણે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અને સનાતન ધર્મનુ ખૂબ જ અપમાન કરવામાં આવ્યું છે તે બદલ આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તે બદલ આખા દેશમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરી આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. જો આ ફિલ્મ પર સરકાર દ્વારા રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ