જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો,આર્ટસ કોલેજ વાઘજીપુર કોલેજ ખાતે યોજાયો હતો.જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પંચમહાલ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પંચમહાલના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સ્વ રોજગાર યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-21-at-5.11.48-PM-1024x576.jpeg)
આ ઔદ્યોગિક ભરતી મેળામાં પંચમહાલ,વડોદરા,અમદાવાદ જિલ્લાની ૧૦ થી વધુ એકમો દ્વારા ૪૦૦ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જિલ્લાના ૨૦૦થી વધુ ઉમેદવારોએ ઔઘોગિક રોજગાર ભરતી મેળામાં ભાગ લીધો હતો.આર્ટસ કોલેજ વાઘજીપુરના આચાર્ય તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલનાં પ્લેસમેન્ટ અધિકારી અને કરિયર કાઉન્સેલર દ્વારા રોજગારલક્ષી સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ