વાપીની જીઆરડી મહિલા જવાનને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાની સાથે સાથે મહિલાએ વાતો કરવાનું બંધ કરતા હોટલમાં નગ્ન હાલતમાં બનાવેલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર પીસીઆર વાનના ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં એફઆઇઆર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વાપી વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે નોકરી કરતી મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિષ્ણુ વામાનન પાનીકર (બક્કલ નંબર 83) રહે. ગોપી એપાર્ટમેન્ટ રૂમ નં.208 ડમરૂવાડી ઉમરગામ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ગત વર્ષે પોલીસ બંદોબસ્ત માટે વાપી ટાઉન પોલીસમાં જતા દરેક પોઇન્ટ પર આરોપી ચેકિંગ માટે આવતો હતો અને કામ માટે મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર મેસેજ કરી મૈત્રી કરવાની માંગણી કરતો હતો. તે દરમિયાન બંને વચ્ચે મિત્રતા થતા અલગ અલગ જગ્યાએ લઈ જઈ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલ દુષ્કર્મ આચરતો હતો. ટાઉન પોલીસે આરોપી કોન્સ્ટેબલ વિષ્ણુ પાનીકર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિને ડીવોર્સ આપ તો પત્ની તરીકે રાખીશ’ પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુએ જીઆરડી મહિલાને સંબંધ દરમિયાન જણાવેલ કે, મારી પત્નીને પણ રાખીશ અને તને પણ પત્ની બનાવીને રાખીશ. જેથી તુ તારા પતિને ડીવોર્સ આપી દે. જે બાદ વતનથી પરત આવતા વાપી રેલવે સ્ટેશનથી પુત્ર સાથે ખડકી ક્રિષ્ણા હોટલ લઇ જઇ બે રૂમ લઇ એક રૂમમાં બાળકને સુવડાવી બીજા રૂમમાં મહિલાને લઇ જઇ શારીરિક સંબંધ બાંધી મહિલા સુઇ જતા તેનો નગ્ન હાલતમાં વીડિયો બનાવ્યો હતો.પતિએ રાખવા એકદમથી ના પાડી દીધી મહિલાના પતિને પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુ સાથે સંબંધની જાણ થતા તેણે મહિલાને ઘરથી કાઢી મુક્યા હતા. જે બાદ લાચાર મહિલાએ 181 અભયમની ટીમની મદદ લેતા પતિને વલસાડ બોલાવી સમજણ આપવા છતાં પતિએ મહિલાને રાખવા એકદમથી ના પાડી દીધી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ