આગરવાડા પ્રાથમિક શાળાએ વિશ્વ યોગ દિવસ ઉજવ્યો

યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઇ આજરોજ ઠાસરા તાલુકાના આગરવાડા ગામની પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આગરવા પ્રાથમિક શાળાના શિક્ષકગણ તલાટી અમોલાબેન, હર્ષદભાઇ જાનીની સાથે શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

ઠાસરાથી અરવિંદ રાવળનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *