આજ રોજ વાપીના છરવાડા ગામે આવેલ ઓસવાલ સમાજની વાડી પાસે એક વાછરડું ગટરની ચેમ્બર માં ફસાઈ ગયું હતું, જેની જાણ હેલપિંગ હેન્ડના ભાવિન પટેલને થઈ હતી,જેથી આ ઘટનાની જાણ સમગ્ર પંથકમાં વાયુ વેગે ફેલાતા લાઇફ રેસકયુ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી વાછરડાનું રેસ્ક્યુ કર્યું હતું.
વાપીના છરવાડા ગામે એક ગાયનું વાછરડું એકાએક ગટરના ખાડામાં ઉતરી જવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પહોંચવા લાગી હતી.જેથી ઘટનાની જાણ જીવદયા નાગરિકોને થતાં વર્ધમાન શાહ, હિતેશ રાઠોડ, ગામના સરપંચ યોગેશ પટેલ અને સ્થાનિકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા, જોકે સ્થળ ઉપર નિરીક્ષણ કરતા વાછરડું ખૂબ જ ગંભીર રીતે ફસાયું હોવાથી વાપી જી.આઇ.ડી.સી નોટીફાઇડ એરિયા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી વાછરડાને કાઢવા ગટર લાઇનને તોડવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી તેથી સરપંચ દ્વારા જે સી બી બોલાવી ગટરને તોડવામાં આવી હતી. જેથી આવી પહોચેલા લોકોના સાથ સહકારથી લગભગ બે કલાકની મહામહેનતે વાછરડાને સુરક્ષિત બહાર કાઢી લેવાયો હતો અને ગટરને ફરી બંધ કરી નવા ઢાંકણ લગાવવાની સરપંચ દ્વારા તજવીજ હાથ ધરાઇ હતી
વાપીથી આલમ શેખનો રીપોર્ટ