તાલાલાથી આંબળાશ ગામ સુધીના માર્ગ ઉપર ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે.અમુક જગ્યાએ માર્ગ નામનેસ થઈ ગયો હોય આ માર્ગ ઉપરથી પસાર થવું વાહન ચાલકો માટે કઠિન બની ગયું છે.આ બિસ્માર માર્ગની મરામત કરવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ બાંધકામ વિભાગ તરફ્થી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આ માર્ગ ઉપર તાલાલા તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય બિસ્માર માર્ગને કારણે ચોમાસા દરમિયાન અકસ્માતો થવાની ભિતિ છે.જેથી આ માર્ગને વહેલાતકી બનાવવામાં નહીં આવે તો ગ્રામજનોએ આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
ભરતભાઇ વાસાણી (સરપંચ પ્રતિનિધી)13 ગામના મહત્વના રસ્તા માટે સરપંચની રજૂઆત
આંબળાશ રસ્તો ચાર વર્ષથી બિસમાર હાલતમાં છે.જો કે આ અમારો મુખ્ય માર્ગ છે જેથી અહિયાથી આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી અમે ગ્રામજનો થઇ ઓનલાઇન સી.એમ. પોર્ટલ પર, જિલ્લા ભારતિય વિભાગ, ધારા સભ્ય,જીલ્લા ભાજપ સમિતી, સાંસદ આટઆટલા અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ અમારી સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ કરવામાં આવ્યું નથી. અમારે આ વિસ્તારમાં લુંભા, માથાસુરિયા, ખંઢેરી, બેટાળી, કોડીદ્રા, પંડવા, નાવદ્રા, સોનારિયા સહિત આવા બારથી તેર ગામના રહિશો અહિંયાથી પસાર થઇ રહ્યાં છે અને આ માર્ગ ભાવનગરને જોડતો મુખ્ય માર્ગ છે માત્ર આંબળાશ પુરતો મર્યાદિત નથી.જોકે લોકમુખે એવું જાણવાં મળ્યું હતું કે આ રસ્તાનું ફેબ્રુઆરી મહિનામાં ઓનલાઇન ટેન્ડર મુકવામાં આવ્યું હતું જે હજુ સુધી ખુલ્યું નથી અને એજન્સીઓના ઝઘડાઓના કારણે આ ટેન્ડર ખુલ્યુ્ં નથી.જો આ રસ્તાની કામગીરી વહેલાથકી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત ખોદી ગામલોકોએ બાંધકામ વિભાગની સામે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
ઉમેશભાઇ ડેડકિયાઃ આ રસ્તાને અનેક રજૂઆતો તમામ અધિકારીને કરવા છતાંય અમારી વાત કોઇએ કાને લીધી નહીં.
તાલાલા ગીરથી આંબળાશનો 8 કિલોમિટરનો રસ્તો છે આ રસ્તો બનાવવા માટે 1 કરોડ અને 81 લાખ રુપિયા મંજૂર થઇ ગયા છે હવે ટેન્ડરમાં કે ક્યાં તકલીફ છે તે કંઇ સમજાતું નથી જેથી આ રસ્તાની હાલત 4 વર્ષથી પથરાખાતી થઇ ગઇ છે.ત્યારે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટરો મારફત બંધ પડેલો છે કે અંદરો અંદર શું ખીચડી પકવી રહ્યાં છે તે કોઇને કંઇ સમજાતું નથી કે તેઓ કંઇ કહેતાં નતી આ વાતને લઇ ગ્રામજનો બે વર્ષ પહેલા તાલાલાના ધારાસભ્યને પણ રજૂઆત જ્યારે તેઓ ચુંટાઇને આવ્યા ત્યારે અમારી રામ મંદિર ખાતે વાત થઇ હતી કે આ રસ્તાનું નિવારણ વહેલાતકી લઇ આવો એવું કહેતા ધારાસભ્યએ કહ્યું હતું કે ટેન્ડર પાસ થાય છે અને આ રસ્તો થઇ જશે એવું કહ્યું હતું.પરંતું અત્યાર સુધી અમારી રજૂઆતો આ અધિકારીઓ કંઇ તકલીફ જ નહીં તેવું ગણગારી આજદિન સુધી કોઇ પગલા લીધા નથી ને અમને લોલીપોપ આપી ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે.પરંતુ હવે અમે આ માંગણીને લઇને શાંત બેસવાના નથી જો આ રસ્તાનું નિવારણ ચોમાસા પહેલા નહીં આવે તો અમે ગ્રામજનોને લઇ ઉગ્ર આંદોલન કરી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ