ઉમરગામ: ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (UIA)નાં પ્રમુખ નરેશ બાંઠિયા, જીઆઇડીસી વિસ્તારનાં નોકરીયાત વર્ગ અને ઉદ્યોગપતિઓનાં પસંદીદા બન્યા છે. તેમની આગેવાની હેઠળ, આજે ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં અધિકારીઓએ જામ રહેલી ગટરોનું નિરીક્ષણ કર્યું.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કામગીરી ચોમાસા પહેલાં કરી લેવી જરૂરી હોય છે. પરંતુ, સામાન્ય વરસાદમાં જ ગટરો જામ થવાથી ઉદ્યોગપતિઓ અને સ્થાનિક નાગરિકો બુમરાણ મચાવતાં, યુઆઈએ ટીમને સાથે રાખી અધિકારીઓએ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જીઆઇડીસી વિસ્તારોમાં ચર્ચા છે કે, યુઆઈએના હાલના પ્રમુખ નરેશ બાંઠિયા ખુબજ ઉત્સાહી અને કાર્યકુશળ છે, જેના પરિણામે જીઆઇડીસી અને નોટીફાઇડ વિસ્તારનાં અધિકારીઓ કાર્યરત બનવા મજબુર થયા છે. ત્યારે ગટરોની સમસ્યા, સામાન્ય વરસાદમાં જ હાલાકી ઊભી કરતી હોવાથી આ તપાસ જરૂરી બની હતી. નરેશ બાંઠિયાની આગેવાની હેઠળ, ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આ સમસ્યાનો સમાધાન લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.આ નિવેદનથી જીઆઇડીસી વિસ્તારના નાગરિકોમાં અને ઉદ્યોગપતિઓમાં આશા સર્જાઈ છે કે, ગટરોની સમસ્યાનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવામાં આવશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ