ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યાશાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરની સિવિલ લાઈન્સ ગુજરાતી કન્યાશાળા, નુતન ગુજરાતી મિશ્ર શાળા, અને તેલંગ સરકારી હાઈસ્કૂલ, તેમજ ચાર આંગણવાડીના બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહાનુભાવોને આવકારી સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સાહિત્યની લેખન સામગ્રી સ્ટોરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ દીપ પ્રાગટ્ય મહાનુભાવોના હસ્તે કરવામા આવ્યુ અને શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. શાળાના મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ભારતસિંહ સોલંકી આચાર્ય દ્વારા કરવામાં આવ્યું, શાળાના બાળકોએ મહાનુભાવોને પુસ્તક ખાદીના રૂમાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. શાળા પ્રવેશોમાં સૌપ્રથમ ગોધરા શહેરની ચાર આંગણવાડીના આઠ બાળકોને પ્રવેશ અપાયો હતો.સિવિલ લાયન્સ ગુજરાતી કન્યાશાળાની બાલવાટિકાની 19 કન્યાઓ ધોરણ 1 ની 6 કન્યાઓને પ્રવેશ કુમકુમ તિલક કીટ અને ચોકલેટ આપીને કરવામાં આવ્યું હતું. નુતન ગુજરાતી મિશ્ર શાળાની ત્રીસ દીકરા દીકરીઓને પાંચ વિદ્યાર્થીઓ ધોરણ 1ને પ્રવેશ અપાયો હતો. ધોરણ નવમાં પ્રવેશ લેનાર 85 જેટલા વિદ્યાર્થીઓ તેલંગ હાઈસ્કૂલમાં પ્રવેશ કીટ આપવામા આવી હતી. નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ દ્વારા શિક્ષણ વિભાગના નવા નયા આયામ અને ચિતા રજૂ કરી બાળકોને શિક્ષણની ધારામાં જોડવા નવતર પ્રયોગ શાળા પ્રવેશોત્સવનુ મહત્વ સમજાવ્યુ હતું. લાઇઝન અધિકારી અને સીઆરસી કોડીનેટર કે બી પટેલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. અંતમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી કેમ્પસની આંગણવાડી ખાતે મુલાકાત લઇ બાળકોને કુમકુમ પગલા પાડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરી કૃપાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ