ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમા ઉજવામા આવે છે. જેમા બાળકોને શૈક્ષણિક પંરપરા સાથે શાળામા પ્રવેશ અપાવામા આવે છેપંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી લાભી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સુમિત્રાબેનની ઉપસ્થિતીમાં કન્યાકેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-26-at-2.34.34-PM-1024x576.jpeg)
શાળા પંટાગણમા યોજાયેલા કાર્યક્રમમા ઉપ પ્રમુખ તેમજ શિક્ષણ વિભાગમાથી આવેલા અધિકારી તેમજ લાઈઝન ઓફીસરનુ કુમકુમ તિલક કરી સામૈયુ કરીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યારબાદ કાર્યક્રમને દીપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુકવામા આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ. શાળામા બાલવાટિકામા પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કિટ આપવામા આવી હતી. આંગણવાડીમા પ્રવેશ મેળવનારા બાળકોને પણ કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામા આવ્યો હતો,શાળામાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થનારા બાળકોનું પણ સન્માન કરવામા આવ્યુ હતું. શિક્ષણ વિભાગના મતીન માલવી દ્વારા કાર્યક્રમને અનુરુપ પ્રેરક સંબોધન કરવામા આવ્યુ હતુ, તેમા બાળકોને નિયમિતપણે શાળા મોકલવા તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ આભાર વિધી કરવામા આવી હતી,શાળામા હાલમા બનાવામા આવેલી અધ્યતન નવીન કમ્પ્યુટર લેબને પણ રીબીન કાપીને ખુલ્લી મુકવામા આવી હતી. શાળાના પંટાગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમમા શાળા પરિવારના આચાર્ય,શિક્ષણ ગણ ,શાળા વ્યવસ્થાપન સમિતીના સભ્યો,સરપંચ,ઉપસરપંચ,સભ્યો,પુર્વ ડેલિગેટ ,ગ્રામજનો વાલીઓ,આગણવાડી કાર્યકર, તેડાઘર બહેનો સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ